About Us

Images

ભીમાણી પરીવાર એટલે કે આપણે વેદો અને ઇતિહાસના મૂળમાં જઈએ તો આર્યકુળના વંશજો છીએ આપણું મુળ વતન એશીયા ખંડના મધ્ય ભાગમાં હતુ. આપણા વડવાઓની એક ટોળી અફઘાનીસ્તાનના ખૈબરઘાટના માર્ગે થઈને આજના પંજાબ અને હરીયાણા વિસ્તારમાં આવીને વશી. કાળક્રમે આર્ય પ્રજા સમાજ વ્યવસ્થાના ભાગ રૂપે ચાર વણ”માં વહેંચાઇ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણમાં આપણે ક્ષત્રિય તરીકે ઓળખાયા એટલે આપણે મૂળ વૈશ્ય નહી પણ ક્ષત્રિય હતા પંજાબ અને હરીયાણામાં વસતા આપણા પૂર્વજો gal ક્ષત્રિય તરીકે ઓળખાતા. આજે પણ આ વિસ્તારમાં gail ક્ષત્રિયોની સારી એવી વસ્તી છે. મહાભારતના આદી પર્વ પ્રમાણે બ્રહ્માજીના માનસ પુત્ર કશ્યપ ત્રકષીના આપણે વંશજો છીએ એટલે સમગ્રપાટીદારનું મુળ ગોત્ર કશ્યપ છે.

ઈ.સ. પૂવેછ્ઠના હજાર-બે હજાર વર્ષ દરમયાન આર્ય પ્રજાના ટોળાઓ ખૂબ મોટા પ્રમાણમાં પંજાબ-હરીયાણા વિસ્તારમા આવીને વસ્યા. વસ્તી ખૂબજ વધી, ખેતીની જમીન ટુકી પડવા માંડી, પશુપાલન માટેની જગ્યા ઘટી અને બીજી બાજુથી હુણ અને શક લોકોના આ વિસ્તાર ઉપર ઘણા આક્રમણો થયા. પરિણામે આપણા વડવાઓ પંજાબ-હીયાણા વિસ્તાર છોડી ને રાજસ્થાનના બૂંદી-કોટા વિસ્તારમાં આવી ને વસ્યા. તેમા જે પંજાબ-હરીયાણાના લેહ વિસ્તારમાંથી આવેલા તે લેઠુઆ અને કરડ વિસ્તારમાંથી આવેલા તે કડવા તરીકે ઓળખાયા ત્યાં આવીને આપણા વડવાઓએ ખેતીનો વ્યવસાય સંપૂણ” રીતે સ્વીકારતા ક્ષત્રિય માંથી વૈશ્ય તરીકે ઓળખાવા લાગ્યા.

કૃષિઓ અપવંશ શબ્દ ફૂણાણી અને છેલ્લે કડવા તરીકે ઓળખાયા. બીજી રીતે કહીએ તો અનાજનું કાણ-બી રોપે તે કડવી. કડવી શબ્દનો સંસ્કૃત અર્થ “ભૂઃ સત્ય અસ્તી હી કડી” અર્થાત જેને પાસે જમીન હોય તે કડવી. રાજસ્થાનના બૂંદીકોટા રણાં વિસ્તારમાં ખેતી ન થવાને વારંવાર દુકાળ પડતા. બીજા કડવીના આટા અવલપડને ઉત્તર ગુજરાતમાં આવ્યા (હાલનું કડવુ નામે) વસવાટ કરી આપણે કડવાપાટીદાર તરીકે ઓળખાયા ત્યારથી જ ખેતીનો વ્યવસાય વધુ મજબૂત બન્યો. અવલપડને પાટીદાર સમાજે ખેતીનો વ્યવસાય કરી રાખ્યો આપણે પાટીદાર પણ કહેવાયા. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના ઈ.સ. ૬૩ ના એક લેખમાં અને બીજા લેખોમાં અસપદસ્વત નામના એક અધિકારનું નામ મળે છે તેના ઉપરથી પાટા દોલમાં મહાસપદસ્વત અને ગ્રામસપદસ્વત શબ્દ મળી આવે છે. તે પ્રમાણે ગુજરાત સુલતાન બાદશાહીના સમય માં ઈ.સ. ૧૩૭૨ થી ૧૫૦૩ સુધી ગામડાઓના સરકારી પ્રણે માધ્યમ તરીકે કામ લેવાનું અવલપડ આપા લોકોએ નામનો સ્વીકાર પાટીદાર તરીકે ઓળખાવા લાગ્યા. જેઓ અપવંશ શબ્દ પહેલે ઈ.સ. કાળમાં સુલતાન સહી પહેલા અને પછી સંબંધી પણ અપવંશ હતા કડવાપાટીદાર. પછીથી શબ્દ કડવી પછાત વાણિયા, બ્રાહ્મણ, ગુર્જરાનાં, રાવળો, તળપદ, ઠોળી જેવી લગાતાર બધી જાતિઓમાં વપરાતા લાગ્યા પણ તલકમાં બીજી જાતિઓને પાટીદાર શબ્દનો વપરાશ ઓછો થયો. હાલ કડવાપાટીદારો જ પાટણ કહેવાયા આજે છે.

કણબીઓ પંજાબ-હરીયાણામાં વસ્તા તયારથી સૌથી મોટા દેવ શંકર ભગવાનને વધુ માનતા હતા તથા રાજા વ્રજપાલજીને માં ઉમિયાએ પરચો આપતા સંવત ર૧રમાં રાજા વ્રજપાલજીએ માં ઉમિયાનું મંદિર બંધાવ્યુને તમામ કડવા પાટીદારોએ માં ઉમિયાજીનો કુળદેવી તરીકે સ્વીકાર કર્યો ત્યારથી માં ઉમિયાજી સમગ્ર કડવા પાટીદાર કુળદેવી તરીકે પુજાય છે. પછી સમાજ વ્યવસ્થાના ભાગરૂપે ગણો અગર તો માં ઉમિયાજીના બાવન પૂતળા, ગોત્ર કે જે કંઈ ગણો તે પ્રમાણે મૂળ ગોત્રતો કશ્યપ છે જ પરંતુ પેટા ગોત્ર પ્રમાણે આપણાં ભીમાણી પરિવારનું કુળ ગોત્ર “પૂલતસ્ય” ગણાય છે. ઉતર ગુજરાતમાં દીકરા દીકરીઓની સગાઈ વખતે ગોત્ર પુછવામાં આવે છે. જયારે કાઠીયાવાડમાં પોતપોતાના મુળ ગામ, વ્યવસાય અગરતો વડવાઓના નામ ઉપરથી જુદી-જુદી અટકો પડી તે પ્રમાણે દીકરા-દીકરીઓની સગાઈ વખતે અટકને ધ્યાનમાં લેવામાં આવે છે.

વિ.સં. ૮૦૨માં વનરાજ ચાવડાએ પાટણ શહેર વસાવ્યુ. આ પ્રસંગે વનરાજે તેના કારભારી ચાપરાજને ઉમા આજુ-બાજુ પાટીદારો પાસે ગાડા લેવા મોકલ્યા પરંતુ મુળ કૂર્મી ક્ષત્રિય વટવાળા પાટીદારોએ વેઠ કરવા આવવાની ઘસીને ના પાડી દીધી જેથી વનરાજ ચાવડા અને પાટીદારો વચ્ચે ઘર્ષણ થયું. આ મનદુઃખ કાયમ રહયું. ઉપરાંત વસ્તી વધતા તથા જમીનો ટુકી પડવાના કારણે વિ.સં. ૮૦૨ થી લગભગ વિ. સં. ૧૪૦૦ સુધી આ વિસ્તાર માંથી પાટીદારોની સૌરાષ્ટ્ર તરફ છુટક છુટક હીજરત ચાલુ રહી. તેમા વિ. સં. ૬૧૫ માં રાજસ્થાનના બૂંદી-કોટા વિસ્તાર માંથી ઉતર ગુજરાતના વિજાપુર તાલુકાના બાંધણેજ ગામે વસેલા જોઈતારામ બાપાના વંશમા સમયાંતરે વેણીદાસબાપા થયેલા તેના બે દિકરા નામે ભીમજીબાપા તથા પરબતબાપા વિ. સં. ૧૧૦૦ ની આજુબાજુ સૌરાષ્ટ્રમાં આવીને ભાવનગરના શીહોર ગામે આવીને વસ્યા ત્યારથી ભીમજી બાપાના વંશજોની ભીમાણી અટક પડી તેમજ પરબતબાપાના વંશજો પરવડીયા તરીકે ઓળખાયા.

આ બધો ભીમાણી પરિવાર વિ. સં ૧૩૯૯ માં મચ્છુ કાઠાના મોરબીની બાજુમાં ચકમપર ગામે આવીને વસ્યો. ચકમપર ગામે આવિને કાઠીયાવાડની રીત રસમ પ્રમાણે પેટા કુળદેવી અગરતો કરની દેવી તરીકે માં બહુચરાજીના મઢની સ્થાપના કરી ત્યાં લગભગ અઢારેક માસ રહયા પછી માંડલ ગામેઆવીને વસ્યા ત્યાંથી વિ.સ. ૧૪૧૧ માં હાલ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના હડીયાણા ગામે આવ્યા. અહી આવીને ઠરીઠામ થયાને ખેતીવાડી કરવા લાગ્યા. હવે ભીમાણી કુટુંબ ખૂબ મોટુ થઈ ગયેલુ અને ત્યાર પછી સં. ૧૬રર માં હડીયાણા ગામમાં એક મોટો બનાવ બની ગયો જેનો ઈતિહાસતો ખુબજ જાણીતો છે આ ઈતિહાસને સારી રીતે જાણવા માટે “કડવા પાટીદાર ભીમાણી કુળનો ગૌરવવંતો ઇતિહાસ” આ નામની પુસ્તીકા વાંચવી ખુબજ જરૂરી છે. દરેક ભીમાણી પરિવારના સભ્યએ આ ઇતિહાસ અવશ્ય જાણવો જોઈએ. આ પુસ્તીકા ભીમાણી પરિવારના મુળ સ્થાનક એવા જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના હડીયાણા ગામે ભીમાણી પરીવારના સતીમા આશ્રમે ફકત દશ રૂપીયાની નજીવી કિંમતે મળે છે. સંવત ૧૬રરના ઐતિહાસીક બનાવ પછી ભીમાણી પરિવારની વેર-વિખેર થવાની શરૂઆત થઈ. સમગ્ર ભીમાણી પરિવારે હડીયાણા ગામ છોડયુ. ત્યારથી આજ સુધી હડીયાણા ગામમાં ભીમાણી પરિવારનું એક પણ ઘર નથી પરંતુ હડીયાણા ગામ ભીમાણી પરિવારનું મુખ્ય મથક ગણાય છે આ ગામમા ભીમાણી પરિવારના પહેલા સુરાપુરાદાદા અને સતીમાના સ્થાનક સાથે સરસ મજાનો આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં ભીમાણી કુળના કરની દેવી શ્રી બહુચરાજી માતાનું મંદિર પણ છે. ભીમાણી પરિવારે હડીયાણા ગામ છોડયુ તેના ત્રણ ભાગ થયા, તેમાનો એક ભાગ જોડીયા બંદરે વસ્યો. બીજા ભાગે ઉપલેટા તાલુકાના ઢાકની બાજુમાં અમરાપર ગામ વસાવ્યુ. ત્યાર પછી અમુક સમયે અમરાપર ગામ છોડી ભીમાણી કુટુંબ સોરઠમાં જઈ કણજા ગામમા વસવાટ કર્યો. ત્રીજુ જુથ કચ્છમાં ઉતર્યુ તેઓએ નખત્રાણા આજુ-બાજુ જઈને વસવાટ કર્યો અને ધાર-ધીરના ધંધામાં પડયા જેથી શેઠીયા ભીમાણી તરીકે ઓળખાયા પરંતુ આ ત્રણેય જુથ એક જ ભીમજીબાપાનો જ પરિવાર છે.

આમ સંવત ૧૬રરના બનાવ પછી ભીમાણી પરિવારના જુથો દુરદુર સુધી અલગ થયા પહેલાના જમાનામાં વાહન અને ટેલીફોનની સુવિધાઓ ન હોવાના કારણે પેઢીઓ વિત્યા પછી એક બીજાનો સંપર્ક તુટયો, જુદા જુદા ગામમાં કરની દેવી તરીકેના માં બહુચરના અલગ અલગ મઢ બનાવ્યા, કોઈએ માત્ર કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીને જ માનવાનું મુનશીબ માન્યુ. સંવત ૧૬રરના ઐતિહાસીક બનાવ વખતે શહીદ થયેલા સુરાપુરા ગોપાલદાદા, માવજીદાદા અને સતીમા લીલુમાંની સ્થાપના બાદ અલગ અલગ સમયે અને અલગ અલગ વિસ્તારમાં બીજા સુરાપુરાદાદાઓના સ્થાનક થયા જેમા જુનાગઢ જીલ્લાના કણજા ગામમાં સુરાપુરાદાદાનું સ્થાનક છે પરંતુ તેમના સમય કે સ્થાપનાનો કે નામનો ઉલ્લેખ કોઈ જગ્યાએ બારોટના ચોપડે મલતો નથી. ગીરમાં જસાધાર ગામે કરશનબાપા સુરાપુરાદાદા તરીકે પુજાય છે. જે આશરે વિક્રમ સંવત ૧૯૬૫ની આજુ બાજુમાં થયા હોવાનું મનાય છે. રાજકોટ જીલ્લામાં બંગાવડી ગામે ભવાનબાપા સુરાપુરા તરીકે પુજાય છે જે આશરે વિક્રમ સંવત ૧૮૦૦ની આજુ બાજુના સમય ગાળામાં થયા હોવાનું અનુમાન છે. સમયાંતરે આ સુરાપુરા બાપાનું પેટા સ્થાનક ખાનપર ગામે ફેરવવામાં આવ્યુ.જામનગર જીલ્લામાં જગા (મેડી) ગામે હીરાબાપા સુરાપુરા તરીકે પુજાય છે. જે આશરે વિક્રમ સંવત ૧૯૦૦ની આજુ બાજુમા થયા હોવાનું અનુમાન છે. બોડીઘોડી ગામમાં પણ સુરાપુરાદાદાનું સ્થાનક છે. અણંદા ગામમાં પણ થોડા સમય પહેલા જ લીલાબાપાની સુરાપુરાદાદ તરીકે સ્થાપના થયેલી છે. કચ્છમાં જીવરામબાપા સુરાપુરાદાદા તરીકે પુજાય છે જેનું સ્થાનક ગઢશીશાથી નજીક રાજપર ગામે વિક્રમ સંવત ૧૬૮૩માં થયેલ છે જે પરવાડીયા કુટુંબમાં થયેલા પરવાડીયા અને ભીમાણી કુટુંબ બે ભાઈઓના જ વંશજ હોય ભીમાણી કુટુંબ પણ જીવરામદાદાને પુજે છે. તે ઉપરાંત માં કચ્છમાં દુધઈ ગામે વિક્રમ સંવત ૧૬૬૦માં મહા સુદ-૧૩ને રવિવારે મેઘબાઈમાં ઉર્ફે પ્રમાબાઈ જમીનમાં સમાઇ ગયા જે સતીમા તરીકે પુજાય છે.

આમ અલગ પડેલા જુથો વાહન અને ટેલીફોનની સુવીધા ન હોવાના કારણે, અલગ અલગ ભૌગોલીક પરિસ્થિતી, અલગ અલગ દેવસ્થાનો, બારોટના ચોપડાના વિભાજન આવા અનેક કારણોસર ભીમાણી પરિવાર જુદા જુદા જુથમાં વહેંચાયો પરંતુ માં ઉમિયા, માં બહુચરાજી, સુરાપુરાદાઓ અને સતીમાની દયા થઇ, સમગ્ર ભીમાણી પરિવાર જાગ્રત થયો. ભીમાણી પરિવારનો ઇતિહાસ જાણ્યો અને સમગ્ર કુટુંબ એક થયુ. ઈ.સ. ૨૦૦૦ના મે મહીનાની ૧૧મી તારીખે સમગ્ર ભીમાણી પરિવાર હડીયાણા ગામે ભેગો થયો સૌએ સ્વીકાર્યુ કે સમગ્ર ભીમાણી પરિવાર એક જ છે જે ભીમજીબાપા નો વંશ જ છે. જેટલા સુરાપુરાદાદાઓ છે તેમા સૌથી પહેલા સંવત ૧૬રરમાં ગોપાલદાદા થયા જે આપણા સૌના વડદાદા છે. આમ આશરે બે હજારથી વધારે ઘરનો મોટો પરિવાર એક થયો એ દિવસને જ પ્રાધાન્યતા આપી દર વરસે મે મહીનાની અગીયારમી તારીખે સમગ્ર ભીમાણી પરિવાર હડીયાણા ગામે ભીમાણી આશ્રમે એકત્ર થાય છે ખુબ મોટો ઉત્સવ હોય છે. સ્નેહ મીલન, યજ્ઞ, મહાપ્રસાદ, વિદ્યાર્થીઓને પુરસ્કાર, મહાનુંભાવોનું સન્માન, આગલા વર્ષનો કાર્યક્રમ, એક બીજાને ઉપયોગી થવાની ભાવનાને ભીમાણી પરિવારની પ્રગતિ માટેના આયોજનોની ચર્ચાઓ પણ થાય છે. આગલે દિવસે એટલે કુ દશમી મે નારોજ સાંજે ભજન, કાન ગોપી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. દશમીએ સવારથી જ માજવ મહેરામણ ઉમટી પડે છે. આવડો મોટો પરિવાર દુરદુરથી આવીને સાથે મહા પ્રસાદ લીએ તેજ આપણું મોટુ સદ્ભાગ્ય છે. જે રીતે સમગ્ર ભીમાણી પરિવાર હડીયાણા ગામને પોતાનું મુખ્ય મથક સ્વીકાર્યુ તેજ પ્રમાણે ભીમાણી પરિવારની એકતાને વધુ મજબુત બનાવવા માટે જુદા જુદા ગામે મઢમાં પુજાતા માં બહુચરાજીની તા.૧૯-૫-૨૦૧૦ ના રોજ આ આશ્રમમાં મંદિર બનાવી સ્થાપના કરવામાં આવી. 1 3

આખા વરસમાં ભીમાણી પરિવાર ગમે ત્યારે આશ્રમે દર્શનાર્થે આવી શકે છે ત્યાં બારે માસ રહેવા જમવાની વિના મુલ્યે સુવીધા આપવામાં આવે છે. પરંતુ દરેક ભીમાણી પરિવારે વરસમાં એક વખત મે મહીનાની અગ્યારમી તારીખે તોઅવશ્ય આવવુ જ જોઈએ.

સમગ્ર ભીમાણી પરિવાર નજીક આવે સૌને નજીકથી ઓળખીએ આપણો પરિવાર કયાં કયાં વસેલો છે જયાં આપણે જઈએ ત્યાં આપણા પરિવારને મળીએ સૌ એક બીજાને સાથ સહકાર આપીએ. આ કાર્ય આપણે પહેલી વખત કરી રહ્યા છીએ સૌએ પોત પોતાની શકતી પ્રમાણે સહકાર આપ્યો છે. બની શકે ત્યાં સુધી દરેક વિસ્તારના મુળ સુધી જવાનો પ્રયત્ન કર્યો છે છતાય દરેક મરજીવા સમુદ્રના તળીયે જઈને બધાજ મોતી વિણી શકતા નથી તેમ માનીને કોઈના નામ રહી ગયા હોય કયાંક ભૂલચૂક હોઈ તો આયોજકોને આવડા મોટા વિશાળ પરિવારના એક બાળક તરીકે ક્ષમા કરશો